મંદિર વિશે:

સમયજતા કંઈશક્તિનાંહવેદર્શનથાશે એમ વિચારી બાબુભાઈ(માડી) એ ભોળાનાથ ની ભક્તિ ચાલુ રાખી. સાતમું ધોરણ પૂરું કરી, આઠમાંધોરણમાંઆવી અને આઠમાંધોરણ નીપરિક્ષાઆપી. ઈ.સ. ૧૯૮૧માં મુંબઈ ગયા. ત્યાં એકસંબંધી,ત્યાં ઘર કામ કરવા અને છોકરાનીસંભાળ રાખવા માટેલઈ ગયા હતા. એમ ઈ.સ.૧૯૯૦ માં મેલડી માંની સ્થાપના કરી હતી. ભૂખ્યા પેટે એમની ખુબ ભક્તિ કરી. નવરાત્રીમાં મંદિરે બેસી નકોડા ઉપવાસ કર્યા.પછીપાછા મુંબઈ જઈ દવાની ફેક્ટરીમાં કામે લાગી ગયા. પછી તેઓએ ફિલ્મી લાઈનમાં, ફિલ્મમાં કામ કરવા માટે,ફિલ્મમાં સાઈન પણ કરી. પણ ઘરના લોકોને,એ ફિલ્મમાં કામ કરે એ સારું લાગ્યું નહિ, એટલે બાપુજી અને બનેવી પાછા ઘરેલઈઆવ્યા. પછી ચૈત્રી નવરાત્રીમાં ઘરનાં એક ઓરડામાં બેસીને ખીજડીયા વીર મહારાજની ભૂખ્યા પેટે નકોડા ઉપવાસ કર્યા. એમ પછી મુંબઈ પાછા ગયા, તેમણે નોકરી કે ધંધામાં ગમે નહિ. વળી બાબુભાઈ(માડી) મુંબઈ મોટાભાઈ પાસે રહેવા આવી ગયા.

ત્યાંથી અંબાજીમાતાની લાગણી લાગીને ખબર પડી કે આપણી કુળદેવીઅંબાજીમાતા છે. તો હવે હું મુંબઈથી અંબાજી નેજો લઈને ઉઘાડા પગે ચાલતો આવીશ. એમ બાબુભાઈ(માડી)એ ભાદરવી પૂનમે અંબાજી પહોંચી જઈશ, એમ સમજી બાબુભાઈ (માડી) મુંબઈથી અંબાજી ઉઘાડા પગે નેજો લઈ ચાલતા નીકળી ગયા. પહેલા દિવસે ૮૫કિમી ચાલ્યા, પછી ૬૦કિમીની એવરેજે ચાલ્યા. એમ રસ્તામાં સત્યનાં ઘણાં પરચા થયાં. સમય થાય એ પહેલા તો નાગ મહારાજ કે વીર મહારાજ પાણી લઈ ઉભેલા હોય કે પછી સિકોતરમાં કે મેલડીમાં ઉભા હોય. ને મારે ટેક હતી કે જ્યાં ખાવાનું મળે, સુવાનું મળે ને એસ.ટી.ડી.ફોન હોય ત્યાં રોકાવવું કેમકે રોજ રાત્રે ભાઈ ને ભાભીને જાણ કરવી પડે. ને રોજ એ પ્રમાણેજ બનતું. રોજરાત્રે નાની હોટલ આવે ત્યાં જમવાનું હોય. ને એસ.ટી.ડી.ફોન પણ હોય. નાહવા માટેનું પાણી પણ હોય.પણ આ કોઈ હોટલવાળા લોકો પૈસા લે નહિ, ને ફ્રીમાં સેવા આપે.

પછી આગળ વધતા વધતા સુરત-કામરેજ આવ્યું. ને ત્યાં આકાશવાણી થઈ કે બેટા તું મુંબઈથી અહીં સુધી ઉઘાડા પગે આવ્યો છે.ને હું જાણું છું કે તું મારી પાસે અંબાજી આવે છે. પણ બેટા હવે તું ચંપલ પહેરી લે. એમ સત્યનો ભાસ થયો ને બાબુભાઈ(માડી) ચંપલ પહેરી આગળ વધ્યા ને એમ ચાલતા ચાલતા તેઓ બાર દિવસે અંબાજી માં નાં ધામે પહોંચી ગયા હતા. મુંબઈથી અંબાજી ૭૪૫ કિમી થાય. એમ અંબાજીમાતા ને ત્યાં પૂનમ ભરી પછી પાટણ અનાવાડા ગામ કે જ્યાં એમના કુળદેવતા ખીજડીયાવીરદાદાનું મંદિર છે. ત્યાં ૨૫૦ કિમી ચાલતા ગયા. પછી પોતાનાં વતન ખારીઘારિયાલ, જે અનાવાડાથી ૨૦ કિમી થાય, જ્યાં મેલડીમાતાની સ્થાપના કરી હતી ત્યાં સુધી ચાલતા ગયા. જેમ અગાઉ બાબુભાઈ(માડી) એ નવરાત્રીમાં મેલડીમાંની ઉપાસના કરેલ એમ ચૈત્રી માસની નવરાત્રીમાં ઘરનાં ઓરડામાં ખીજડીયાવીર મહારાજની, નકોડા ઉપવાસ કરી, ઉપાસના કરેલ. એમ બધી શક્તિ ભેગી થઈ ને માંની આકાશવાણી મુજબ ઈ.સ. ૨૦૦૦માં બાબુભાઈ(માડી) સુરત આવ્યા.ત્યાં એક ઢોકળા હાઉસની દુકાન ભાડે રાખી. ને ભાવથી મેલડીમાતાની જ્યોત ચાલુ કરી. એવા સમયમાં બપોરનાં ૨ વાગ્યે એક સંત મહારાજ આવ્યા ને કહ્યું કે બેટા મને ભોજન આપ. ત્યારે બાબુભાઈ(માડી) એ કહ્યું કે ઢોકળા ને ઈદડા છે. તો સંતમહારાજ બોલ્યા કે કંઈ પણ હશે ચાલશે. તમારી દુકાનનું બનેલું છે ને. તો લાવ ભૂખ્યા પેટનો ખાડો પુર. એમ સંત મહારાજને ઢોકળા ને ઈદડા આપ્યા. સવા કિલો જેવા ઢોકળા ને ઈદડા ખાધા.ને પછી સંત મહારાજ બોલ્યા કે બેટા અહીં આવ. મારી દાઢી નીચે હાથનો ખોબો રાખ. જેવો દાઢી નીચે ખોબો માંડ્યો તો કંકુથી ખોબો ભરાઈ ગયો ને વળી એક રૂદ્રાક્ષ આપ્યો, ને બોલ્યા કે બેટા આ દુકાનમાં પાવડે ને પાવડે આ ઈદડા ખોપવા પડશે. એટલે કે એટલો બધો ધંધો ચાલશે કે તારે ઈદડાપાવડે થી ભરવા પડશે. એમ બને તો માનજે કે હું સંત મહારાજ બોલ્યા હતા.આ મારું વચન છે. એમ બોલી સંત મહારાજ આશીર્વાદ આપી ચાલ્યા ગયા.

પછી સંત મહારાજે આપેલ રૂદ્રાક્ષ ને કંકુ મંદિરમાં મૂકી દીધું. ને રોજે રોજ માંની ભક્તિ કરે. જે ભાવથી મેલડીમાતા ની જ્યોત ચાલું કરી હતી તેમની પૂજા કરે. પછી દુકાન માલિકે આગળનાં ભાગની દુકાન આપીને આ ખાલી કરવાનું કહ્યું જે હાલ મંદિર છે તે. પછી આગળની સાઈડ લઈ ગયા તો ત્યાં એક લાકડાનો ઘોડો હતો, એમાં માંના ફોટા રાખ્યા ને જે અખંડજ્યોત ચાલું હતી તે રાખી ને વચલા ખાનામાં મંદિર બનાવ્યું. પણ ત્યાં બાબુભાઈ (માડી)ને ગમે નહિ કેમ કે જ્યોત વારાઘડીએ પવનનાં લીધે ડોલમ ડોલમ કરે અને બહેન દીકરીઓ ત્યાં ફરસાણ લેવા આવે એટલે જ્યોત પાસે કે મંદિર પાસે ઉભા રહે, એ ગમે નહિ એટલે એમણે વિચાર આવ્યો કે લાવ ઘોડો અંદરની સાઈડ ફેરવી દઉં, જેથી કરીને પવન પણ ના લાગે ને આભડસેડ પણ ના લાગે.એમ વિચારી લાકડાનાં ઘોડાવાળું મંદિર હતું તે ફેરવું એટલામાં તો જ્યોત હતી તે ઓલવાઈ ગઈ. તો બાબુભાઈ(માડી) ખુબ ડરી ગયા કે અત્યાર સુધી મેં એ જ્યોતને ઓલવાવા ન દીધી ને મંદિર ફેરવતા ઓલવાઈ ગઈ. હવે શું કરું.જ્યોત ખંડિત થઈ ગઈ.એમ રૂદિયું ભરાઈ ગયું, ને ખરેખર રૂદિયું રડવા લાગ્યું.

એવામાં તરતજ આકાશવાણી થઈ કે બેટા હું આકાશમાંથી જ્યોત સ્વરૂપે આવું છું. જો આમ જો એ પળમાં તો માંની જ્યોત ચાલું થઈ ગઈ. ને માંની આકાશવાણી થઈ કે હું શિવજીનાં વચનથી આવીછું. હું મેલડી છું. હું તારી દેવી છું. દીકરા તું મારી ભક્તિ કર, હું સદાય તારી સાથે રહીશ. આ દુકાનનું નામ ગુરુકૃપા ઇદડા હાઉસ રાખજે. કેમ કે જે સંત આવ્યા હતા ને તેને કંકુ આપ્યું હતું તે ચંડપાલ ભૈરવ હતા, તેમાંના આશીર્વાદથી ધંધો ખુબ ચાલશે. એમ ગુરુકૃપા ઇદડા હાઉસ એવું નામ રાખવાનું છે. પછી સમય આવશે એટલે મારું મોટું મંદિર બંધાશે. કાયમના માટે તારા રૂદિયામાં મારો વાસ રહેશે. ને મારા નામ સાથે તારું નામ અમર થશે. તો માનજે કે હું ગુરુકૃપાનાં ગોખવાળી મેલડી બોલીતી. હું સ્વયં જ્યોત સ્વરૂપે બીરાજમાન છું. હું શિવજીનાં વચન પ્રમાણે આવીને નવ વર્ષની બાળકી બનીને ચુંદડી ઓઢાડું તો માનજે કે હું મેલડીમાતા, ગુરુકૃપાનાં ગોખવાળી, આવા એંધાણ આપું છું. પછી તો મેલડીમાંની ભક્તિ અતિશય વધતી ગઈ. ને દુકાનમાં અલગ કેબીન બનાવીને, નાનું મંદિર મુક્યું. એમાં બાબુભાઈ(માડી) પૂજા કરતા હતા.ખુદ મેલડીમાં નવ વર્ષની બાળકી બનીને બાબુભાઈ(માડી)ને ચુંદડી ઓઢાડી બોલ્યા કે બેટા આ ચુંદડીમાં કાયમના માટે મારો વાસ રહેશે. બેટા અલગ અલગ જગ્યાએ મારો સંઘ કાઢજે. જા મારું તને વચન છે કે સમય આવશે એટલે હું તને દેવી સ્વરૂપે દર્શન આપીશ અને મોટી ચુંદડી ઓઢાડીશ. ત્યાં સુધી તારે સંઘ કાઢવાના રહેશે. આમ માંએ બાબુભાઈ માંથી માડી બનાવી દીધા. એમ સત્યની ભક્તિ વધતી ગઈ.

પછી જોગણીમાંએ પણ માડીની ખુબ પરિક્ષા કરી. એ પરિક્ષામાંથી પાસ થયા પછી જોગણીમાંના પણ આશીર્વાદ મળ્યા.ને એવું વચન આપી ગયા કે હું તારાકાર્યમાં આગળ રહીશ.પછી તો નાગદેવતા, જે બાળક રૂપે રમતા હતા તે પણ ગુરુકૃપાનાં ગોખમાં આવી ગયા. એમ ભૈરવ જે સંત રૂપે આવેલ તે પણ આવી ગયા. જે સફેદ કપડાંમાં આવતાં એ નારસુંગા વીર પણ આવી ગયા.એમ ૩૩ જ્યોતિનું મંદિર થાશે. ને એમ ૩૩ જ્યોતિની મેલડી માં કહેવાશે. એમ સમય જતા માડીની ભક્તિ વધતી ગઈ. સત્યનાં પરચા પૂરતા થયા. ભક્તોએ નજરોનજર જોયા છે. એમ ગુરુકૃપાનાં ગોખવાળી મેલડીમાં બિરાજમાન થયા.
પછી તો માંએ ઘણા દુખિયારાનાં દુઃખ ભાંગ્યા.માં ના દ્રારે લોકો રોતા રોતા આવે ને હસતા હસતા જાય. ને વાંઝીયાના મેણા ભાંગે. એજ ગુરુકુપાનાં ગોખવાળી મેલડીમાંની જય હો,મેલડીમાંની જાય હો.

“ શ્રી રાજમાન રાજેશ્વરી મેલડીમાં વિજયતે”
“ જય મેલડીમાં ”

જીવનમાં સત્ય, સેવા, સાદગી, દયા તથા ધર્મને સ્થાન આપી, લોભ, મોહ, માયા, ક્રોધ અને વેરની ભાવનાને જડમુળથી ઉખેડી નાખવી હોય તો ભગવતી મેલડીમાંની યાજ્ઞિક ઉપાસના કરવી જરૂરી છે. અને તોજ માડીનો સાક્ષાત્કારથતો હોય છે. ખરેખર મેલડીમાંની ભક્તિ, માણસને માનવમાંથી ધર્મનુંરાગી મહામાનવ બનાવે છે. તે ભગવતી શ્રી મેલડીમાતાજીની અસીમ કૃપાથી, જેના રોમે રોમે ભગવતી બિરાજમાન છે. એવા કરુણામય હૃદયથી પ્રેમથી ભક્તોનું કલ્યાણ કરનાર છે પરમ પૂજ્ય શ્રીબાબુભાઈ માડી.