માડી વિશે:
વાત એમ છે કેબાબુભાઈ(માડી) બાળપણથી જ ભોળાનાથ શિવજી ભગવાનની ખુબજ ભક્તિ કરતા. માડીનામાદરે વતન ખારી-ઘારીયાલ ગામમાં ઘરની બાજુમાં મંદિર છે, તે મંદિરમાં શિવજી ભગવાનની અતિશય ભક્તિ કરતા. એવા અરસામાં એમની ભક્તિ જોઈ, નાગ મહારાજ કસોટી કરવા આવ્યા. પહેલા તો બાબુભાઈ(માડી) ડરી ગયા.
પછી નાગમહારાજ નાગ સ્વરૂપે રોજે રોજ આવે અને બાબુભાઈ (માડી)ખેતરમાં જાય ત્યારે નાગ મહારાજ નાગ સ્વરૂપે સાથે જ રહે. એક દોસ્તની જેમજ રહે. પછી નાગ મહારાજ બાળકનાં સ્વરૂપમાં આવવા લાગ્યા ને સાથે જ રહેતા.પણ બાબુભાઈ(માડી) ઘરેઆવે, ત્યારે ઘરેન આવે.એમ ભણવામાં મન લાગે નહિ. પણ રોજેરોજ ખેતરે જાય. ખેતરે જાય એટલે નાગમહારાજ પહેલા નાગ રૂપે મળે, પછી કોઈ ધ્યાનમાં થોડા અલગ થાય એટલે બાળક બની આવી જતા. એમ બાબુભાઈ(માડી) ની ભોળાનાથ પ્રત્યે ભક્તિ વધતી ગઈ.
૧૯૮૦માં બાબુભાઈ(માડી) સાતમાં ધોરણમાં ભણતા હતા. એ સમયે ગરીબી ખુબ હતી. ભણવાના પૈસા ન હતા. એટલે વિચાર આવ્યો કે હવે હું જંગલમાં ચાલ્યો જાવ.ત્યાં ભોળાનાથની ભક્તિ સારી થશે. કોઈ ભણવા વિશે નહિ કહેઅને સાધુ બની જાવ.એવા વિચાર ચાલું હતા, એવામાં ખરેખરભોળાનાથ ભગવાન આવ્યા નેકહેવા લાગ્યા કે તારે જંગલમાં જતું રહેવું છે. સાધુ બનવું છે. તારી ભક્તિ અનન્ય ગણાય પણ બેટા આ બધા વિચાર ત્યાગી દે.તું સંસારમાં રહી ભક્તિ કર. એજ ભક્તિ સાચી ગણાય.
તું એક શક્તિની ભક્તિ કર, સમય જતા તને ખબર પડશે કે કઈ શક્તિની ભક્તિ કરવી.અનેભોળાનાથેકહ્યું કે એમાં કાયમના માટે મારો વાસ રહેશે. પણ અત્યારે તને આ દર્શન કામ નહિ આવે. પરંતુ શક્તિનાં વડે સમય આવશે એટલે હું સ્વયં દર્શન આપીશ.– આ મારું વચન છે. એમ બોલી ભોળાનાથ આશીર્વાદ આપી જતા રહ્યા.
જન્મસ્થળ : ખારીઘારીયાલ
માતાપિતાનું કામકાજ : ખેતીવાડી
તા.- ચાણસ્મા, જી.– પાટણ
જન્મ તારીખ : ૧૦-૬-૧૯૬૯
માતાનું નામ : હીરાબેન
પિતાનું નામ :જોઈતારામભાઈ